Перейти к содержимому

આ જન્માષ્ટમી નિમિત્તે ફરી એક જોરદાર કીર્તન 🌸 કીર્તન નીચે લખેલ છે 👇 આજે આનંદ છે રે ગોકુળ ગામમાં 🌼

Nayna Dobariya

0:00 / 0:00

આ જન્માષ્ટમી નિમિત્તે ફરી એક જોરદાર કીર્તન 🌸 કીર્તન નીચે લખેલ છે 👇 આજે આનંદ છે રે ગોકુળ ગામમાં 🌼

1 498 просмотров · 10 часов назад
Nayna Dobariya
4,47 тыс. подписчиков
1 498 просмотров · 10 часов назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો: 👍 Like કરો 💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો 🔔 Channel ને subscribe કરો 📤  તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો કીર્તન નીચે લખેલું છે આજે આનંદ છે રે ગોકુળ ગામમાં નંદ ઘેર નોબત વાગે આનંદ છે રે ગોકુળ ગામમાં શીતલ પવન મન સુગંધી વાય છે યમુનાજીના નીરે આજે છલકીને જાય છે લાલો પ્રગટવા ટાણે આનંદ છે રે ગોકુળ ગામમાં ગોપી ગોપી સૌ નાચે કુદી ગાય છે મંગળ વાજિંત્રો સૌને સંભળાય છે કૃષ્ણ પ્રગટવા ટાણે આનંદ છે રે ગોકુળ ગામમાં શ્રાવણ માસ છે એની અષ્ટમની રાત છે વાસુદેવ લાવ્યા એને ટોપલામાં માથે આનંદ ઉત્સવ થાય આનંદ છે રે ગોકુળ ગામમાં આસોપાલવ ના તોરણ બંધાય છે અબીલ ગુલાલ ના છાંટણા છંટાય છે પુષ્પની વૃષ્ટિ થાય આનંદ છે રે ગોકુળ ગામમાં માતા જશોદાના હૈયા હરખાય છે નંદબાવાનું મુખ મલક મલક થાય છે ગાયોના દાન દેવાયા આનંદ છે રે ગોકુળ ગામમાં મૂર્તિ મનોહર લાગે બહુ વ્હાલી પારણિયે પોઠયો નંદજીનો લાલો હીરની દોરી એ ઝુલાવે આનંદ છે રે ગોકુળ ગામમાં માખણ મિસરી પ્રેમે લઈ આવો માહી માખણના મટકા લૂટ આવો લ્યો ને અનેરો લાવો આનંદ છે રે ગોકુળ ગામમાં નંદબાવાને ઘેર આનંદ ઉત્સવ થાય છે વ્રજવાસી ના હૈયા હરખાય છે ગોપી મંડળ ગુણ ગાય આનંદ છે રે ગોકુળ ગામમાં આજે આનંદ છે રે ગોકુળ ગામમાં જો તમને અમારા વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 રાધે રાધે 🙏🙏🙏