ઉભી ઉભી કરુ રે વિસાર સંસારમાં હું એકલી નીચે લખેલ છે #bhajan #kirtan #satsang #gujarti #gujartisong
Madhav Dhun / માધવ ધૂન
0:00 / 0:00
ઉભી ઉભી કરુ રે વિસાર સંસારમાં હું એકલી નીચે લખેલ છે #bhajan #kirtan #satsang #gujarti #gujartisong
1 176 просмотров · 2 нед. назад
Madhav Dhun / માધવ ધૂન
99 подписчиков
1 176 просмотров · 2 нед. назад
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
ઉભી ઉભી કરુ રે વિચાર
સંસારમાં હું એકલી
મેં રે જાણ્યું કે મારાં માતા-પિતા આપણા
માતા-પિતા સાસરિયે વળાવે રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ
સંસારમાં હું એકલી હું
મેં રે જાણ્યું કે મારાં સાસુ-સસરા આપણા
સાસુ-સસરા બોલે કડવા વેણ રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
મેં રે જાણ્યું કે મારાં કાકા-બાપા આપણા
કાકા-બાપા કેવાના હોઈ રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
મેં રે જાણ્યું કે મારાં સગા-વાલા આપણા
સગા-વાલા આઘા પાછા થાય રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
મેં રે જાણ્યું કે મારાં દિયર-જેઠ આપણા
મિલકત માટે ઝગડા ઝગડી થાય રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી હું
મેં રે જાણ્યું કે મારો માળી જાયો આપણો
માળી જાયો પરદેશ કમાવા જાય રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
મેં રે જાણ્યું કે મારી દીકરીયું છે આપણી
દીકરીયુંને જમાય લઈ જાય
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
હરતી ફરતી મારાં ગુરુ પાસે આવી
ગુરૂજીએ સાચું જ્ઞાન બતાવ્યું રે
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
ભક્તિ વિના સર્વે કાચું હોઈ
સંસારમાં હું એકલી
માયારૂપી વડલાની જાળ રે
સંસારમાં હું એકલી
ઉભી ઉભી કરુ રે વિચાર
સંસારમાં હું એકલી