Перейти к содержимому

શ્રાવણ માસ - શિવજીની અદ્ભુત લીલા કૃષ્ણ ભગવાન સાથે રાસ ગોપી બનીને -(કિર્તન લખેલું નીચે છે)#2025શ્રાવણ

Nimavat Vasantben

0:00 / 0:00

શ્રાવણ માસ - શિવજીની અદ્ભુત લીલા કૃષ્ણ ભગવાન સાથે રાસ ગોપી બનીને -(કિર્તન લખેલું નીચે છે)#2025શ્રાવણ

21 926 просмотров · 1 г. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
21 926 просмотров · 1 г. назад
ગોકુળમાં રાસ કાનો રમતા રે રમે વનરાવન ધામ મારા વાલા ગોપીઓ જબકી ને જાગી રે હાલી વનરાવન માય મારા વાલા બંસીના સુર કાને છેડ્યા રે કૈલાશ માં સુર સંભળાય મારા વાલા કૈલાશ થી પાર્વતી ચાલીયા રે ચાલ્યા વનરાવન માય મારા વાલા સરખી સાહેલી સૌ મળ્યા રે રાસ રમવાને કા જ મારા વાલા સામા મળ્યા છે મહાદેવજી રે સતી ચાલ્યા તમે ક્યાં મારા વાલા ગોકુળમાં રાસ કાનો રમતા રે... મહાદેવજી ચિંતા નવ કરશો રે અમે જઈએ છે ગોકુળ માય મારા વાલા ગોકુળમાં કાન રાસે રમતા રે રાસ રમવાને અમે જાય મારા વાલા પાર્વતી હું આવું સાથમાં રે રાસ જોવાની છે હામ મારા વાલા મહાદેવજી ઘેલા શું બોલો રે પુરુષ કોઈ ન હોય મારા વાલા બ્રહ્મા વિષ્ણુ વરૂણ દેવતા રે કોઈના આવે જોવા રાસ મારા વાલા નટખટ જશોદાનો કાનુડો રે સોળસો ગોપી માંહિ એક મારા વાલા ગોકુળમાં રાસ કાનો રમતા રે... સતી મને ગોપી બનાવો રે રાસ રમવાના છે કોડ મારા વાલા શિવજી પહેલા સ્નાન કરી આવો રે ભાંગની ભભૂતિ ઉતારો મારા વાલા વાઘ ચમર ઉતારો રે ચણીયા ચોળી હવે પહેરો મારા વાલા જટાનો વાળો અંબોડો રે ફુલડા ની વેણી સોહાય મારા વાલા પેરોને હીરા કેરા હારલા રે સર્પોના હારલા ઉતારો મારા વાલા કેડે કંદોરા પહેરો રે કેડેથી ઘુઘરા છોડો મારા વાલા ગોકુળમાં રાસ કાનો રમતા રે... હવે ધીમા ચાલીને બતાવો રે રાસની ઝલક દેખાડો મારા વાલા તમે ગોપી જેવા લટકા કરજો રે ધીમી ધીમી તાળી પાડો મારા વાલા શિવજી તાંડવ નવ કરશો રે હળવેથી રમજો રાસ મારા વાલા લાંબા તાણોને શિવજી ઘુંઘટા રે પાર્વતી સાથે નવી ગોપી મારા વાલા શિવ શક્તિ રાસ રમવા ચાલ્યા રે આવ્યા વનરાવન ધામ મારા વાલા મધુર મધુર વાયો વાયરો રે મીઠી પવનની લેર મારા વાલા ગોકુળમાં રાસ કાનો રમતા રે... શિવજીની ચૂંદડી ઉડી ગઈ રે શિવજીની જટા દેખાય મારા વાલા શામળિયા મનમાં સમજી ગયા રે કૈલાશ થી શિવજી પધાર્યા મારા વાલા સામે ચાલીને કેમ મનાવશે રે ગોપીઓનો શિવેધર્યો વેશ મારા વાલા ગોપીઓને જાણ જો થાશે રે મહાદેવની હાંસી ઉડાડે મારા વાલા મોરલીના સૂર એવા છેડ્યા રે ગોપીઓ સૌ ભૂલી ગયા ભાન મારા વાલા શિવને શામળિયા મળી જાય છે રે જય જય કાર વરતાય મારા વાલા શિવજી નો રાસ જે કોઈ ગાશે રે કૈલાશની પ્રાપ્તિ થાય મારા વાલા ગોકુળમાં રાસ કાનો રમતા રે... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ