આનંદ આનંદ થાય અમારે ઘેર (કીર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
Shyam Kirtan Mandal
0:00 / 0:00
આનંદ આનંદ થાય અમારે ઘેર (કીર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
11 038 просмотров · 1 г. назад
Shyam Kirtan Mandal
5,01 тыс. подписчиков
11 038 просмотров · 1 г. назад
આનંદ આનંદ થાય અમારે ઘેર આનંદ થાય છે
આનંદ ઉત્સવ થાય અમારે ઘેર અમારે ઘેર આનંદ ઉત્સવ થાય છે
આજે અમારે ઘેર ગુરૂજી પધાર્યા ગુરૂજી પધાર્યા ને બ્રહ્મ સંબંધ કરાવ્યા
શ્રી કૃષ્ણ શરણ મમઃ બોલાવ્યા અમારે ઘેર આનંદ ઓછવ થાય છે
આજે અમારે ઘેર યમુનાજી પધાર્યા યમુનાજી પધાર્યા ને યમુનાષ્ટક બોલાવ્યા
સૌને યમુના પાન કરાવ્યા અમારે ઘેર આનંદ આનંદ થાય છે
આજે અમારે ઘેર શ્રી વલ્લભ પધાર્યા
વલ્લભ પધાર્યા ને ઝારીજી ભરાવ્યા
ધોતી ઉપરણાં ધરાવ્યા અમારે ઘેર આનંદ આનંદ થાય છે
આજે અમારે ઘેર બાલકો પધાર્યા
બાલકો પધાર્યા ને વહુજી પધાર્યા
સૌને ચરણ સ્પર્શ કરાવ્યા અમારે ઘેર આનંદ આનંદ થાય છે
આજે અમારે ઘેર વૈષ્ણવ પધાર્યા
વૈષ્ણવ પધાર્યા ને કિતૅન કરાવ્યા
મહાપ્રસાદ લેવડાવ્યા અમારે ઘેર આનંદ આનંદ થાય છે
આનંદ ઉત્સવ થાય અમારે ઘેર આનંદ ઉત્સવ થાય