શ્રાવણ ગયો, ભાદરવો આવ્યો રે | શ્રાદ્ધ આવ્યા પિતૃદેવના 🙏લખેલું છે
Mukteshwar Mahadev Mahila Mandal
0:00 / 0:00
શ્રાવણ ગયો, ભાદરવો આવ્યો રે | શ્રાદ્ધ આવ્યા પિતૃદેવના 🙏લખેલું છે
1 962 просмотра · 5 дн. назад
Mukteshwar Mahadev Mahila Mandal
11,8 тыс. подписчиков
1 962 просмотра · 5 дн. назад
શ્રાવણ ગયો ભાદરવો આવ્યો રે લોલ
કરજો તમે પિતૃઓના શ્રાદ્ધ જો…
…શ્રાદ્ધ આવ્યા પિતૃદેવ ના રેલોલ
પહેલું તે અન્ન આપો કાગડા ને રે લોલ
કરવા મારે માં બાપ ના શ્રાદ્ધ જો… શ્રાદ્ધ આવ્યા
બીજું તે અન્ન આપો કૂતરાને રે લોલ
એતો વિષ્ણુ નો અવતાર જો… શ્રાદ્ધ આવ્યા
ત્રીજું તે અન્ન આપો ગાયને રે લોલ
તેત્રીસ કરોડ જમી દેવતા જો… શ્રાદ્ધ આવ્યા
ચોથું તે રાવત ને આપજો રે
પાણી પીવડાવા ના પુણ્ય જો… શ્રાદ્ધ આવ્યા
પાંચમું તે અન્ન તમે ઘરનાં રે લોલ
માં બાપ આપે આશીર્વાદ જો… શ્રાદ્ધ આવ્યા
શ્રાદ્ધ કરે તે ધન્ય માનવીઓ રે લોલ
કુબેરે એના ભરે ભંડાર જો… શ્રાદ્ધ આવ્યા
આજે અમારા ઘરે શ્રાદ્ધ છે રે લોલ
કરજો આત્માનું કલ્યાણ જો… શ્રાદ્ધ આવ્યા
દીકરા તમે પીપળે પાણી રેડજો રે લોલ
પિતૃઓ દેશે આશીર્વાદ જો.