Перейти к содержимому

કાનુડાની મટકી ફોડ લીલા🌹(ભજન લખેલું છે)🌹કાનો છે કજીયાળો | Kano Chhe Kajiyalo | Krishna Bhajan

BhajanKirtan

0:00 / 0:00

કાનુડાની મટકી ફોડ લીલા🌹(ભજન લખેલું છે)🌹કાનો છે કજીયાળો | Kano Chhe Kajiyalo | Krishna Bhajan

123 просмотра · 1 день назад
BhajanKirtan
14,3 тыс. подписчиков
123 просмотра · 1 день назад
કાનુડાની મટકી ફોડ લીલા🌹(ભજન લખેલું છે)🌹કાનો છે કજીયાળો | Kano Chhe Kajiyalo | Krishna Bhajan ગોકુળમાં ગોપીઓ અને નટખટ બાળ કૃષ્ણની મધુર લીલાઓ, માખણ ચોરી અને ગોપીઓની મીઠી ફરિયાદ રજૂ કરતું અત્યંત લોકપ્રિય ગુજરાતી ભજન/કીર્તન. 🔔 સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવા જ સુંદર ભક્તિ ગીતો અને ભજનો તમારા સુધી પહોંચતા રહે. ✨ ભજનના બોલ (Lyrics): કાનો છે કજીયાળો માં તારો કાનો છે કજિયાળો, હે લાલો છે કજીયાળો માં તારો લાલો છે કજીયાળો. રોજ સવારે જમના જળમાં જાતી માં હું નાવા, હે સાનો માનો આવે કાનો ગાવલડી ને પાવા, એ વસ્ત્રો મારા હરી લેતો ચડતો કદમ ડાળે... કાનો છે કજિયાળો... હે ગોરી લીધી ગાગર લીધી જળ ભરવા હું હાલી, હે સામા મળ્યા માવજી ને ચુંદડી મારી તાણી, હે કાંકરી મારી ગોરી ફોડી પાણી નાખ્યા ઢોળી... કાનો છે કજિયાળો... હે રોજ રોજ ગોવાળીયાની ટોળી લઈને આવે, હે રેઢા મારા ઘર જાણીને સાંકળ ખખડાવે, હે છીંકેથી મહીડા ઉતારે, ખાઈને ઢોળી નાખે... કાનો છે કજીયાળો... હે કાન પકડીને માફી માંગી ચૌદ ભુવનના નાથે, હે માખણીયા ખવડાવજે ગોપી મને તારા હાથે, હે આખા ગોકુળિયામાં ગોપી તું તો મને બહુ વ્હાલી... કાનો છે કજીયાળો... #KanoChheKajiyalo #GujaratiBhajan #KrishnaBhajan #RadhaKrishna #GopiKrishna #GujaratiDevotional #BhaktiSangeet #KrishnaLeela