મોહન મારો સાયબો.....(કિર્તન નીચે લખેલું છે)...#bhajan #કીર્તન #traditional ##satsang
dayaben virani
0:00 / 0:00
મોહન મારો સાયબો.....(કિર્તન નીચે લખેલું છે)...#bhajan #કીર્તન #traditional ##satsang
8 765 просмотров · 3 г. назад
dayaben virani
42,1 тыс. подписчиков
8 765 просмотров · 3 г. назад
મારા ગુરુજી સગપણ મારુ કરાવ્યું
સગપણ કરાવ્યું શામળિયાની સાથે મોહન મારો સાયબો
એવા અખંડ વર ને હું વરી
મારું જીવન ધન્ય બની જાય મોહન મારો સાયબો
હું તો લખું કાગળ પ્રભુને પ્રેમથી
વાલા થોડું લખું છું ઝાઝું વાંચજો
. મારી ભૂલ ચૂક કરી દેજો માફ મોહન મારો સાયબો
હું તો ત્રિકમ રાય ને તેડા મોકલું
તેડવા આવજો ને દ્વારિકા ના નાથ મોહન મારો સાયબો
મેં તો આભ કોરી ને મંડપ રોપ્યા
મે તો આંબાના બાંધ્યા તોરણ મોહન મારો સાયબો
મેં તો ચુંદડી ઓઢી છે શ્રીકૃષ્ણના નામની
મારા પાનેતરમાં પ્રભુજીના નામ મોહન મારો સાયબો
મેં તો મીંઢોળ બાંધ્યો છે મોહન ના નામનો
મારા મોડિયામાં માધવ ના નામ મોહન મારો...
મેતો ટીલડી ચોડી છે ત્રિકમ રાયના નામની
મારા હારાલા માં હરિવર નું નામ મોહન મારુ સાયબો
મેં તો કડલી પહેરી છે શ્રીકૃષ્ણના નામની
મારી વીંટી માં વિઠ્ઠલ રાય ના નામ મોહન મારો સાયબો
મેં તો કંદોરો પહેર્યો છે કરસન રાયના નામનો
મારી ઝાંઝરીમાં જાદવરાઈ નું નામ મોહન મારો સાયબો
એવા ઢોલને નગારા વાગ્યા
એવા સંભળાય છે શરણાઈઓના સુર મોહન મારો સાયબો
એવા ઝાલરને નગારા વાગ્યા
એવા સંભળાય છે શંખનો સાદ મોહન મારો સાયબો
એવા ઉગમણા દરવાજેથી રથ આવ્યા છે
એવા આવ્યા છે દ્વારિકા ના નાથ મોહન મારો સાયબો
સખીયો સામૈયા કરો ને મારા નાથ ના
તોરણ પધાર્યા જુગનો આધાર મોહન મારો સાયબો
એવા શ્રીકૃષ્ણજી વર તોરણ આવ્યા
માતા મારી પોખે છે કાનડ દેવ મોહન મારો સાયબો
હું તો શણગાર સજીને બેઠી માયરે
માતા-પિતા આપે છે કન્યાદાન મોહન મારો સાયબો
હરીની હાથે હાથે વાળો કર્યો
હરિના હાથમાં દીધો મારો હાથ મોહન મારો સાયબો
એવી ચોરી રચી છે ચારે જુગની
એમાં ખેતલીઓ રખેવાળ મોહન મારો સાયબો
નારદજીએ તે મંગળ વર્તાવ્યા
વીરો મારો હોમે છે જવ તલ મોહન મારો સાયબો
હું તો શણગાર સજીને ચાલી સાસરે
મારી આંખે આંસુડાની ધાર મોહન મારો સાયબો
સાસુજીએ કર્યા અમારા પોખણાં
હું તો લળી લળી લાગુ પાઈ મોહન મારો સાયબો
એવા આસારે સાયલ ના આસન નાખીયા
મારું જીવન ધન્ય બની જાય મોહન મારો સાયબો