Aahista by jagjit sing gujrati version #gujarati #song #jagjitsingh #dard
Swapna-Priya GAZAL
0:00 / 0:00
Aahista by jagjit sing gujrati version #gujarati #song #jagjitsingh #dard
22 просмотра · 4 дня назад
Swapna-Priya GAZAL
90 подписчиков
22 просмотра · 4 дня назад
નિરાંતે-નિરાંતે...
મજનુંની કબર પર જ્યારે લૈલાની રૂહ એક દિવસ આવી,
તો અરમાનોના કરમાયેલા કઈક ફૂલ સાથે લાવી!
લાગી ફૂલ કબર ઊપર મુકવા કબરથી અવાજ આવી
ફૂલ ચઢાવજે, જાન-એ-મન, પણ નિરાંતે...
ચહેરા પરથી હટે છે નકાબ નિરાંતે-નિરાંતે...
નીખરતો આવે છે ચાંદ નિરાંતે-નિરાંતે...
યુવાન થાતા જ મારાથી કરી લીધો પડદો
અચાનક શરમાઇ ખીલ્યુ યોવાન નિરાંતે-નિરાંતે!
વિજોગથી જાગ્યો હું, મસીહાઓ, મને સૂવા દો,
કોઈદી આરામથી દેશું હિસાબ નિરાંતે-નિરાંતે...
મળવાની વાત પર જમાનાનો ડર એટલો છે એને,
બીડાયેલા હોઠે જવાબ આપે નિરાંતે-નિરાંતે!
અમારા ને પ્રેમમા ફરક બસ એટલો
અહીં તો ઊતાવળ ત્યાં નિરાંતે-નિરાંતે...
એ બેદર્દીથી ગરદન કાપે 'સ્વપ્ન', ને હું કહું એને,
'પ્રિયા' નિરાંતે-નિરાંતે, જનાબ નિરાંતે-નિરાંતે...
— “સ્વપ્ન”
(ગૌતમ સોંદરવા)
(08/10/2024)
#song #gujarati #music #kavita #dard #gazal #love #swapna #priya