રાધાજી શાક લેવા જાય જો 🌷શાક વિનાની હવે શું કરું રે લોલ 🌹રાધાજી નું નવું ભજન Radha Ji new bhajan 👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
રાધાજી શાક લેવા જાય જો 🌷શાક વિનાની હવે શું કરું રે લોલ 🌹રાધાજી નું નવું ભજન Radha Ji new bhajan 👇
9 641 просмотр · 3 дн. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
9 641 просмотр · 3 дн. назад
રાધાજી શાક લેવા જાય જો 🌷શાક વિનાની હવે શું કરું રે લોલ 🌹રાધાજી નું નવું ભજન Radha Ji new bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#રાધાજીશાકલેવાજાયજો
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
સરખી સાહેલડીના સાથમાં રે લોલ
રાધાજી શાક લેવા જાય જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
સરખી સાહેલી વાતે વળગી રે લોલ
શાક લેતા પડી જોને સાંજ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
ગુવારમાં ગોવિંદ બેઠો હસે રે લોલ
ભીંડામાં દેખાય ભગવાન જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
દૂધીમાં દામોદર નજરે ચડે રે લોલ
કારેલામાં કાનો કાઢે દાંત જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
રવૈયામાં રામ લક્ષ્મણ જાનકી રે લોલ
બટેટામાં બટુક દેખાય જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
ટમેટામાં ત્રિકમ બેઠો હસે રે લોલ
હસીને ગાલ કર્યા લાલ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
પરવળમાં પુરષોતમ પાતળા રે લોલ
તુવેરમાં તેત્રીસ કરોડ દેવ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
કોબીમાં કરસન પાને ચડયા રે લોલ
ફ્લાવરમાં બેઠો ફુલાય જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
રતાળુમાં રણછોડ રણે ચડયા રે લોલ
ફણસીમાં ફેંટ મારે શ્યામ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
ટીંડોરામાં ત્રણ ત્રણ દેવ છે રે લોલ
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
વટાણામાં વિઠ્ઠલ મજામાં રે લોલ
ભાજીમાં ભૂધર દેખાય જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
ગાજરમાં ગોવર્ધન તોળીયા રે લોલ
કાકડીમાં કૃષ્ણ ગોવાળ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
આદુમાં ઓધવજી એકલા રે લોલ
મરચામાં મોહન પાડે રાડ જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
લીમડામાં લાલજી લહેરું કરે રે લોલ
ધાણામાં હોય ધરણીધર જો
શાક વિનાની હવે શું કરું રે લોલ
ગુરુ પ્રતાપે દાસ બોલીયા રે લોલ
લેજો લેજો આવા રૂડા શાક જો
શાક લઈને વ્રજમાં મ્હાલજો રે લોલ
સરખી સાહેલડીના સાથમાં રે લોલ
રાધાજી શાક લેવા જાય જો
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.