માતાજી / મારા કુળદેવી ને લાલ-લીલી ચુંદડી / કંચનમાં ભજન મંડળ પૂના / Manjulaben Patel / ગુજરાતી ભજન
Kanchanma Mandal
0:00 / 0:00
માતાજી / મારા કુળદેવી ને લાલ-લીલી ચુંદડી / કંચનમાં ભજન મંડળ પૂના / Manjulaben Patel / ગુજરાતી ભજન
12 493 просмотра · 7 дн. назад
Kanchanma Mandal
47 тыс. подписчиков
12 493 просмотра · 7 дн. назад
બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને �瑲બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
અમારું લક્ષ્ય એ છે કે આજની તથા આવનારી નવી પેઢી ગુજરાતી ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા સત્યના માર્ગે ચાલે અને શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યે ભાવ અને ભક્તિ વધે.🙏
અમે ભજન અને કીર્તન દ્વારા આ દિવ્ય સંદેશ ફેલાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ — કારણ કે સંતો અને મહાત્માઓએ જણાવ્યુ છે કે નવધા ભક્તિમાં ભજન–કીર્તન એક અતિ મહત્વપૂર્ણ અંગ છે 🌸
..... ભજન ના શબ્દો .....
મારા કુળદેવી ને લાલ-લીલી ચુંદડી (૨)
લાલ ઓઢે તો ઉડી ઉડી જાય
લીલી ઓઢે તો ઝગમગ થાય ... મારા કુળદેવી
મારા કુળદેવી ને સોનાના કડલાં
કડલા પહેરે તો ખણણણ થાય
ઝાંઝર પેરે તો છમછમ થાય ... મારા કુળદેવી
મારા કુળદેવી ને સોના નો હારલો
હાર પહેરે તો ઝગમગ થાય
હાંસડી પહેરે તો ડોક ઝોલા ખાય ... મારા કુળદેવી
મારા કુળદેવી ને નવરંગ ચૂડલો
બંગડી પહેરે તો એના દેખાય
ચૂડલો પહેરે તો હાથ ઝોલા ખાય ... મારા કુળદેવી
મારા કુળદેવી ને સોનાના ઠોળીયા
બુટ્ટી પહેરે તો એના દેખાય
ઝૂમકા પહેરે તો ઝૂમતા જાય... મારા કુળદેવી
મારા કુળદેવી ને હીરાની સળી
ચૂંક પહેરે તો એના દેખાય
નથણી પહેરે તો નાક ઝોલા ખાય ... મારા કુળદેવી
મારા કુળદેવી ને સાંઢણી સવારી
હાથમાં ત્રિશુલ શોભતું જાય
કુળની દશા સુધારતા જાય ... મારા કુળદેવી
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak