જય માતાજી બોલો🍀🍀🍀માતાજી ના ભજન સાંભળવા ની મજા🍀
gopi bhajan mandal, chandkheda, ahmedabad
0:00 / 0:00
જય માતાજી બોલો🍀🍀🍀માતાજી ના ભજન સાંભળવા ની મજા🍀
246 просмотров · 16 ч назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,59 тыс. подписчиков
246 просмотров · 16 ч назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે 🙏
અમારા પોપ્યુલર ભજન સાંભળવા નીચે લિંક 👇👇👇👇👇
• પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર ...
ભજન 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
જય માતાજી બોલો આનંદ ના ગરબા માં ડોલો
માના ભક્તો આવ્યા આનંદનો ગરબો લાવ્યા
માતાના ભક્તો કેવા બોલે તું સુન સુન સુન સુન...
જય માતાજી બોલો આનંદ ગરબા માં ડોલો
આરાસુર વાળા માં અંબે માં પધાર્યા
રથડે બેસી આવ્યા ભક્તો લઈને આવ્યા
માતાનો રથડો કેવો બોલે તું સુન સુન સુન સુન...
જય માતાજી બોલો આનંદ ના ગરબા માં ડોલો
શંખલપુર થી બહુચર માં પધાર્યા
માતા વેગે આવ્યા ભક્તોએ પોકાર્યા
માતાનો કૂકડો કેવો બોલે તું સુન સુન સુન સુન..
જય માતાજી બોલો આનંદ ના ગરબા માં ડોલો
લાલ ચુંદડીવાળા મહાકાલી માં પધાર્યા
હાથમાં ખપ્પર લઈને પાવાગઢ થી આવ્યા
માતાના પગલાં તો બોલે તો સુન સુન સુન સુન...
જય માતાજી બોલો....
માથે મુગટ વાળા ચામુંડા પધાર્યા
નાકમાં નથણી પહેરીમાં રૂમઝૂમ રૂમજુમ આવ્યા
માતાના કુંડળ કેવા બોલે તું સુન સુન સુન સુન...
જય માતાજી બોલો
હાથમાં ત્રિશૂળ લઈને તુળજામાં પધાર્યા
હજાર હારલા પહેર્યા સોલે શણગારે આવ્યા
માતાના ઝાંઝર કેવા બોલે તું સુન સુન સુન સુન...
જય માતાજી બોલો... માના ભક્તો ડોલે જય માતાજી બોલે..
#gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional