#મારેનહોતોપીવોનેમનેપાયોરેરામરસપીવાજેવોછે ||#marenahtopivonemanepayoreramraspivajevochhe. |sri ram 🙏|
BHAKTI MA PARAM SUKH CHHE.
0:00 / 0:00
#મારેનહોતોપીવોનેમનેપાયોરેરામરસપીવાજેવોછે ||#marenahtopivonemanepayoreramraspivajevochhe. |sri ram 🙏|
30 просмотров · 1 год назад
BHAKTI MA PARAM SUKH CHHE.
1,21 тыс. подписчиков
30 просмотров · 1 год назад
|| મારે નહોતો પીવો ને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે. ||
આ સુંદર ભજન ની આપ સૌ ની સમક્ષ રજૂઆત કરૂ છું આપ સર્વ સરસ ભજન નો પૂરો વિડિયો જૂઓ ને ચેનલ ને સબક્રાઈબ કરો.પ્લીઝ 🙏🌷♥️
Aa sundar bhajan ni Aap Sau ni samax Rajuvat kru chhu. Aap Sarv sarsh bhajan no puro video juvo ne chenal ne Subscribe kro please ♥️ 🙏🌷
#srirambhajan #hindugod #gujratibhajan
#marenhtopivonemnepayoreramraspivajevochhe
#subscribe #like #shere #coment #please
#ayodhyarammandir #sanatanadharma
#Jaysrikrishna #Jaysriramsita
my Youtube family members ♥️
Jay sri krishna 🙏
Jay sri Radheradhe 🙏
Jay sri Ram 🙏
||♥️🌷 સુંદર ભજન🌷 ♥️ ||
|| 🌷મારે નહોતો પીવોને🌷 ||
મારે નહોતો પીવોને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે...
મારા ગુરૂજી એ મને રામરસ પાયો રે,રામ રસ પીવા જેવો છે...
મેંતો થોડો પીધો ને ઘણો ચઢીયો રે, રામ રસ પીવા જેવો છે..
મહેતા નરસિંહ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
વહાલે બાવન પરચા પૂર્યા રે,રામ રસ પીવા જેવો છે..
ભક્ત પ્રહલાદે રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
વહાલે થંભમાંથી દર્શન દીધાં રે,
રામ રસ પીવા જેવો છે...
ભક્ત બોડાણે રામરસ પીધો રે,
રામરસ પીવા જેવો છે...
વહાલો દ્રારિકાથી ડાકોર આવ્યા રે, રામ રસ પીવા જેવો છે...
ભક્ત પુંડલિકે રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે...
વહાલો ઈંટ પર ઊભા રહ્યા રે,
રામ રસ પીવા જેવો છે...
ભક્ત સુન્ધવા એ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે...વહાલે તેલને શીતળ કીધાં રે,
રામ રસ પીવા જેવો છે...
ગોરા કુંભારે રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે...
વહાલે બાળક સજીવન કીધો રે,રામ રસ પીવા જેવો છે..
તુકારામે રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
એમને ઘેર જઈ દર્શન દીધાં રે,
રામ રસ પીવા જેવો છે..
બાઈ મીરાં એ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
વહાલે ઝેર ન્ અમૃત કીધા રે,
રામરસ પીવા જેવો છે...
દ્રૌપદી એ રામ રસ પીધો રે , રામ રસ પીવા જેવો છે..
વહાલે નવસો નવાણું ચીર પૂર્યા રે,
રામ રસ પીવા જેવો છે...
શબરીએ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
વહાલે એઠાં બોર આરોગ્યાં રે,
રામ રસ પીવા જેવો છે..
જમનાબાઈ એ રામ રસ પીધો રે
રામ રસ પીવા જેવો છે..
વહાલો છાણામાં વિઠ્ઠલ બોલીયા રે, રામ રસ પીવા જેવો છે...
સુદામાં એ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..વહાલે ભાવે તાંદુલ ખાધા રે, રામ રસ પીવા જેવો છે..
વિદુરજીએ રામ રસ પીધો રે,
રામ રસ પીવા જેવો છે..
વહાલો પ્રેમે ભાજી ખાધી રે,
રામ રસ પીવા જેવો છે..
ભકતો એ રામ રસ પીધો રે, રામરસ પીવા જેવો છે..
વહાલે ભકતો ને દર્શન દીધા રે,
રામ રસ પીવા જેવો છે....
🙏🌷 Jay sri krishna 🌷🙏
🙏 🌸 Jay sri Ram 🌸 🙏
⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️