કાનજી મારે આંગણે મીઠી એક લીમડી રે #krishna #bhajan
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
કાનજી મારે આંગણે મીઠી એક લીમડી રે #krishna #bhajan
33 688 просмотров · 3 г. назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
33 688 просмотров · 3 г. назад
કાનજી મારે આંગણ મીઠી એક લીમડી રે
હે લીલી પીળી લીંબોળી ઝુલતી જાય રે
કાનજી આવો પધારો મારા આંગણે રે......
રાધા ગોરી કેમ કરી આવું તારા આંગણે રે
આજ મારે નાથવો કાળી નાગ રે
રાધિકા આજે નહિ આવો તારા આંગણે રે.....
કાન તને ઉતારા દેશો ઓરડા રે
હે પો ઢવા પટની પાતળી તળાઈ રે
કાનજી આવો પધારો મારા આંગણે રે......
રાધા ગોરી પો ઢણ આજ નહીં કરીએ રે
આજ પીવા પૂતના માસીના ઝેર રે
રાધિકા આજે નહિ આવું તારા આંગણે રે........
કાન તને ભોજન દેશો મન ભાવ તારે
પ્રેમથી ખોબલે પીરસો ખાંડ રે
કાનજી આવો પધારો મારા આંગણે રે.......
રાધા ગોરી ભોજન આજ નહીં કરીએ રે
આજ મારે મારવો છે મામો કંસ રે
રાધિકા આજે નહિ આવું તારા આંગણે રે
કાનજી મારે આંગણ મીઠી એક લીંબડી રે
હે લીલી પીળી લીબોળી ઝુમતી જાય રે
કાનજી આવો પધારો મારા આંગણે રે
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹