EP - 04 / Prashant Dayal / શતરંજ / નવજીવન Talks / Navajivan Trust
Navajivan Trust
0:00 / 0:00
EP - 04 / Prashant Dayal / શતરંજ / નવજીવન Talks / Navajivan Trust
6 037 просмотров · 4 года назад
Navajivan Trust
13,8 тыс. подписчиков
6 037 просмотров · 4 года назад
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’, જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો પોતાના પુસ્તક વિશે ને પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરે છે.
આ ઉપક્રમના ત્રીજા મણકાના સર્જક છે જાણીતા પત્રકાર લેખક પ્રશાંત દયાળ. પત્રકારત્વના જગતમાં પ્રશાંત દયાળનું નામ આદર સાથે લેવાય છે. વાસ્તવની ધરતી પર એમની કલ્પન ગૂંથતી કલમે ગુજરાતી ભાષાને ઉત્તમ પુસ્તકો આપ્યા છે. વળી, સત્યની પેલે પાર જઈને અધૂરા સત્યને ઉજાગર કરતી તો માનવ મનની સંવેદનાઓને જાગૃત કરતી કથાઓ એમણે સતત લખી છે.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત એમની નવલકથા ‘શતરંજ’ને અત્યારે ભાવકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે.
અહીં લેખક પ્રશાંત દયાળે ઓડિયન્સ સાથે પોતાના પુસ્તક ‘શતરંજ’ની સર્જનપ્રક્રિયા વિશે, પોતાના અનુભવો વિશેની રસપ્રદ વાતો વહેંચી છે.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને પ્રશાંત દયાળ લિખિત ‘શતરંજ’ નવજીવનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આપ ઘરે બેઠા આ પુસ્તક મેળવી શકો છો. આપ નવજીવનના ગ્રંથાગાર વિભાગમાં કોલ કરીને પણ ઓનલાઈન પુસ્તક મેળવી શકો છો. આપ નવજીવન ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં કોલ કરીને પણ આ પુસ્તક મંગાવી શકો છો.
મોબાઈલ - 8849593849
Phone : 079 – 27540635
આપ ઓનલાઈન બૅન્ક દ્વારા, ફોન પે, ગુગલ પે અથવા Paytm થકી પેમેન્ટ કરી શકો છો. પુસ્તક કુરિયરના માધ્યમથી તમારા ઘેર પહોંચી જશે.