Перейти к содержимому

23 વર્ષ અમેરિકા રહ્યા બાદ બધુંય છોડીને ઈન્ડિયા પાછો આવી ગયો..!

I am Gujarat

0:00 / 0:00

23 વર્ષ અમેરિકા રહ્યા બાદ બધુંય છોડીને ઈન્ડિયા પાછો આવી ગયો..!

16 797 просмотров · 17 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
16 797 просмотров · 17 часов назад
જિંદગીના મોટાભાગના વર્ષો અમેરિકા જેવા દેશમાં કાઢ્યા બાદ કાયમ માટે ઈન્ડિયા પાછા આવવું કોઈના પણ માટે ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. જોકે, મુંબઈમાં રહેતા એક યુવકે આ ભ્રમણાને ભાંગતા પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પોતાનું નામ આપ્યા વિના આ યુવકે રેડિટ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે તે ઈન્ડિયામાં દસમા ધોરણ સુધી ભણ્યા બાદ L2 વિઝા પર અમેરિકા ગયો હતો. ત્યાં તેણે બે વર્ષ હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો અને પછી ન્યૂયોર્કની એક જાણીતી કોલજમાંથી બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી. ઈન્ટર્નશિપ બાદ તેને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં સારી એવી જોબ મળી ગઈ અને આ જ કંપનીએ તેના H1b સ્પોન્સર કર્યા. ત્યારપછી તેણે પોતાની રીતે જ EB1 કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું અને ગ્રીન કાર્ડ મળતાં જ તે પાંચ વર્ષમાં યુએસ સિટીઝન બની ગયો.