Перейти к содержимому

ધર્મકુંવર ઘનશ્યામ વાલા, થાળ જમવા આવો રે 🙏(લખેલું છે.) | Swaminarayan Bhajan | Sasu Vahu Na Bhajan

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

ધર્મકુંવર ઘનશ્યામ વાલા, થાળ જમવા આવો રે 🙏(લખેલું છે.) | Swaminarayan Bhajan | Sasu Vahu Na Bhajan

266 просмотров · 5 дней назад
Sasu Vahu na Bhajan
1,17 тыс. подписчиков
266 просмотров · 5 дней назад
ધર્મકુંવર ઘનશ્યામ વાલા, થાળ જમવા આવો રે… 🙏 ધર્મકુંવર ઘનશ્યામ વા'લા, થાળ જમવા આવો રે, થાળ જમવા આવો રે વા'લા, ના અમને તલસાવો રે... ટેક૦ મેસૂબ ને મોતૈયા લાડુ, જલેબી બહુ સારી રે, દાળ તુવેરની પાતળી પીરસી, ઘીએથી વઘારી રે... ૧ ફરસી પૂરી પૂડલા સારા, જમીને ધર્મદુલારા રે, અથાણાં કેરી ગુંદા પ્યારા, તમે છો જમનારા રે... ૨ કાજુ કમોદનો ભાત બનાવ્યો, કઢી કરી બહુ સારી રે, ભાજી તરકારી વા'લા, ચોળાફળી મેં છમકારી રે... ૩ હરિકૃષ્ણ છો હાર હૈયાના, પ્રાણજીવન છો પ્યારા રે, જમવામાં કાંઈ કસર કરો તો, તમને સમ છે અમારા રે... ૪ મોળું મીઠું કેહજો પ્રભુજી, જે જોઈએ તે માગી લેજો રે, ચળું કરી જળપાન કરી, વધી પ્રસાદી અમને દેજો રે... ૫ કાથો ચૂનો લવિંગ સોપારી, પાનનાં બીડાં તાજાં રે, મુખવાસ આપું મુખમાં પ્રભુજી, સહજાનંદ મહારાજ રે... ૬ ફૂલડાં કેરી સેજ બિછાવી, પોઢો પ્રીતમ પ્યારા રે, દાસ નારાયણ કર જોડી માગે, રાખો જગથી ન્યારા રે... ૭ પ્રભુ શ્રી સ્વામિનારાયણને પ્રેમથી થાળ ધરાવતું આ સુંદર ભજન ભક્તિ અને ભાવનાથી ભરપૂર છે. 🌺 આ મધુર ગુજરાતી ભજન Sasu Vahu Na Bhajan ચેનલ પર સાંભળો અને પરિવાર સાથે ભક્તિભાવમાં લીન થાઓ. જય સ્વામિનારાયણ 🙏 ચેનલને Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #ધર્મકુંવરઘનશ્યામ #થાળ #સ્વામિનારાયણભજન #SwaminarayanBhajan #Swaminarayan #GujaratiBhajan #GujaratiBhaktiGeet #ThalBhajan #SwaminarayanThal #Bhajan #BhaktiGeet #GujaratiDevotional #SasuVahuNaBhajan #સાસુવહુનાભજન #જયસ્વામિનારાયણ #sasu_vahu_na_bhajan