ટ્રમ્પના અબજો ડોલરના ફાયદાના દાવા સાવ ગપગોળા સાબિત થયા
I am Gujarat
0:00 / 0:00
ટ્રમ્પના અબજો ડોલરના ફાયદાના દાવા સાવ ગપગોળા સાબિત થયા
6 434 просмотра · 3 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
6 434 просмотра · 3 дн. назад
અમેરિકાને ફરી મહાન બનાવવાના દાવા કરવાની સાથે દેશની ઈકોનોમીને ધમધમતી કરવાની વાતો કરનારા ટ્રમ્પે અત્યારસુધી જે કંઈ કહ્યું છે તે હવે ગપગોળાં સાબિત થઈ રહ્યું છે. તેમની સેકન્ડ ટર્મને 20 મહિના પૂરા થઈ ચૂક્યા હોવા છતાંય અમેરિકાની ઈકોનોમીનો કપરો સમય જાણે પૂરો જ નથી થઈ રહ્યો તેવામાં હવે યુએસની ટ્રેડ ડેફિશિટના જે આંકડા સામે આવ્યા છે તે ટ્રમ્પના તમામ દાવાની હવા કાઢી નાખે તેવા છે. અમેરિકાની સરકારના આંકડા અનુસાર ઓગસ્ટમાં દેશની ટ્રેડ ડેફિશિટ એટલે કે નિકાસ અને આયાત વચ્ચેનું અંતર 105.6 બિલિયન ડોલર નોંધાયું હતું જે જુલાઈની સરખામણીએ 13.7 ટકા વધારે છે. ટ્રમ્પે એપ્રિલ 2025માં ટેરિફ લગાવ્યા ત્યારે તેમણે એવી જાહેરાત કરી હતી કે પોતાની ટેરિફ પોલિસીથી અમેરિકાની આયાતો ઓછી થશે અને દેશમાં પ્રોડક્શન વધશે. જોકે, હકીકત એ છે કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી ટ્રેડ ડેફિશિટ વધી રહી છે. ઓગસ્ટમાં અમેરિકાએ પેટ્રોલિયમ, ગોલ્ડ અને ડેટા સેન્ટર્સમાં વપરાતી ચિપ્સની આયાત કરવા પાછળ જંગી ખર્ચો કર્યો હતો.