ચાચરના ચોકમાં માડી ગરબે રમવા આવોને-ઉષ્માબેન(ગરબો લખીને નીચે મૂક્યો છે)રાંદલમાંનો ગરબો ચૈત્રનવરાત્રિ
Nimavat Vasantben
0:00 / 0:00
ચાચરના ચોકમાં માડી ગરબે રમવા આવોને-ઉષ્માબેન(ગરબો લખીને નીચે મૂક્યો છે)રાંદલમાંનો ગરબો ચૈત્રનવરાત્રિ
46 180 просмотров · 2 года назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
46 180 просмотров · 2 года назад
આ ગરબાના શબ્દો કૃષ્ણ મંડળના કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેને અમને મોકલ્યા છે અમે આખો પરિવાર એમના ખૂબ ખૂબ આભારી છીએ...💐🙏
કિર્તનનાં શબ્દો લખનાર - મધુબેન પટેલ રાંદલ મંડળ ગોંડલ
ચાચરના ચોકમાં માડી ગરબે રમવા આવો ને
નાનકડા મંદિરમાં રાંદલ માડી ઘૂમે રે
મેં જઈને પૂછ્યું માડી શું છે તમારા નામ રે
મુખડું રે મલકાવતા બોલ્યા રાંદલ મારું નામ રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
મેં જઈને પૂછ્યું માડી ક્યાં છે તમારો વાસ રે
ફુદરડી ફરીને બોલ્યા દડવે મારો વાસ રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
મેં જઈને પૂછ્યું માડી કોણ તમારા કંથ રે
શરમાતા શરમાતા બોલ્યા સૂર્ય મારા કંથ રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
મેં જઈને પૂછ્યું માડી શેની છે અસવારી રે
હાથે ત્રિશૂળ ધારી માને ઘોડે છે અસવારી રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
મેં જઈને પૂછ્યું માડી શું તમને શોભે રે
માથે મુગટ કાને કુંડળ પગમાં પાયલ શોભે રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
મેં જઈને પૂછ્યું માડી શેનો છે શણગાર રે
એકાવન હાર માને શેલા ના શણગાર રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
ભક્તો તારા રોજ મળીને માની ધૂન મચાવે છે
ધન્ય જીવન અવતાર માડી ભૂલચૂક કરજો માફ રે
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
ભક્ત મંડળ વિનવે માડી રાસે રમવા આવો ને
ચોસઠ જોગણીઓ સંગે ગરબે રમવા આવો ને
નાનકડા મંદિરમાં મારા રાંદલ માડી ઘૂમે રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ