Перейти к содержимому

અમેરિકાથી પાછાં આવેલાં ગુજરાતી મહિલાની એરપોર્ટ પર ધરપકડ કરાઈ

I am Gujarat

0:00 / 0:00

અમેરિકાથી પાછાં આવેલાં ગુજરાતી મહિલાની એરપોર્ટ પર ધરપકડ કરાઈ

15 851 просмотр · 3 месяца назад
I am Gujarat
170 тыс. подписчиков
15 851 просмотр · 3 месяца назад
અમેરિકાથી રિટર્ન થયેલા અથવા તો સંભવત: ડિપોર્ટ કરવામાં આવેલા એક ગુજરાતી મહિલા સામે દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 35 વર્ષનાં આ મહિલા અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે અને તેમનાં પર ફેક પાસપોર્ટ દ્વારા અમેરિકા પહોંચી જવાનો આરોપ છે. તેઓ મે 17ના રોજ ઈમરજન્સી સર્ટિફિકેટ પર દિલ્હી એરપોર્ટ લેન્ડ થયાં હતાં અને ત્યાં ઈમિગ્રેશન ક્લીયરન્સ દરમિયાન તેમની ઈન્ડિયાની બહાર જવાની કોઈ એન્ટ્રી ના મળતા મામલો શંકાસ્પદ જણાયો હતો. ત્યારબાદ આ મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે બીજા કોઈના પાસપોર્ટ પર ટ્રાવેલ કર્યું હોવાની કબૂલાત કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાએ છેડછાડ કરાયેલા પાસપોર્ટ પર એકવાર નહીં પરંતુ ચારેક વાર ફોરેન ટ્રીપ કરી હોવાનું બહાર આવ્યું છે.