હા રે કોઈ કૈલાશ પર્વત જાય રે | Ha Re Koi Kailash Parvat Jay Re #bholanath #mahashivratri 353
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
હા રે કોઈ કૈલાશ પર્વત જાય રે | Ha Re Koi Kailash Parvat Jay Re #bholanath #mahashivratri 353
11 726 просмотров · 3 г. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
11 726 просмотров · 3 г. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન:- રાગ:- કોઈ ગોકુળ મથુરામાં જાય રે....
હા રે કોઈ કૈલાશ પર્વત જાય રે લખી દઉં કાગળિયું ભોળાનાથને
હા રે કોઈ સંદેશો મારો લઈ જાય રે લખી દઉં. ....
કાગળ લખી દઉં મારા હાથથી ને વિધ વિધ કરું પ્રણામ
રાત દિવસ મન તલસી રહ્યું છે મને દર્શન શિવજીના થાય રે
લખી દઉં કાગળિયું ભોળાનાથને
નયનો તલસે ને નીર વહે છે નીંદર થઈ છે હરામ
એકવાર ભોળા આવીને મારે સન્મુખ વાતો થાય રે લખી દઉં. .
કાગળ થોડા ને હેત ઘણેરા મુખથી કહ્યા નવ જાય
માન સરોવરમાં નીર ઘણા મારી ગાગરમાં નો સમાય રે લખી દઉં.
કુવો હોય તો ગાળીએ પેલા સમુદ્ર ગાળ્યા નો જાય
કાગળ હોય તો વાંચીએ પેલા કરમ વાંચ્યા નો જાય રે લખી દઉં.
પ્રેમ વાણીએ નીપજે પ્રેમ હાટડીએ ના વેચાય
પ્રેમ વિના મારા ભોળાનાથ એના ભક્તોના ઘરે કેમ જાય રે લખી.
પ્રેમના ભૂખ્યા મારા શંકર પાર્વતી ભાવ દેખે ત્યાં જાય
પ્રેમ નો કાગળ વાંચીને આવ્યા શ્યામ મંડળની માય રે લખી દઉં.